Sunday, January 29, 2012

દુબઈમાં બન્યું સૌથી મોટું ગુરુદ્વારા


લુધિયાણા,તા.૨9

અખાત  પ્રદેશમાં સૌથી મોટુ ગુરુદ્વારા  દુબઇમાં શ્રદ્ધાળુ માટે શરૂ થઇ જતા શ્રદ્ધાળુઓની લાંબા ગાળાની માંગણી પૂરી થઇ છે. ગુરુદ્વારા ગુરુનાનક દરબારની ૨૦ મિલિયન ડોલરના ખર્ચે રચના કરવામાં આવી છે.

અલબત્ત, દુબઇમાં ૫૦ હજાર શીખ લોકો રહે છે પરંતુ હજુ સુધી ગુરુદ્વારા નહીં હોવાના કારણે શ્રદ્ધાળુઓ હતાશ હતા. ઉપ પ્રમુખ અને દુબઇના વડાપ્રધાન શેખ મહોમ્મદ બિન રસીદ અલ મુખ્તમે જેબેલઅલી વિસ્તારમાં ગુરુદ્વારા માટે ૨૫૪૦૦ સ્ક્વેરફુટ જમીન મંજુર કરવામાં આવી હતી. શીખ સમુદાયના લોકો માટે આ ઐતિહાસિક ક્ષણ છે તેમ કેટલાક શીખ સમુદાયના લોકોએ કહ્યું છે. શીખ સમુદાયના લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં પણ શીખ શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં પહોંચશે. દુબઈમાં રહેતા મોટાભાગના લોકો હિંદી અને પંજાબી ભાષા બોલે છે.

Tuesday, January 24, 2012

કોણાર્કનું સૂર્યમંદિર



ચાલો ફરવા
* કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સામાં આવેલું છે.
* ૧૩મી સદીમાં રાજા નરસિંહ મહાદેવ દ્વારા તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
* ભારતની સાત અજાયબીઓમાં તેની ગણના કરવામાં આવે છે.
* મંદિરની અદ્ભુત કારીગરી અને નિર્માણશૈલીને કારણે તેને દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી હતી.
* આ મંદિર સાથે એવી કિવદંતી જોડાયેલી છે કે ભગવાન વિષ્ણુના પુત્ર સામ્બાએ તેના પિતાએ આપેલા શાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન સૂર્યની ઉપાસના કરી અને બાર વર્ષની તપસ્યાને અંતે ભગવાન સૂર્યએ સામ્બાને શાપમાંથી મુક્તિ અપાવી. * સામ્બાએ ભગવાન સૂર્યના માનમાં આ કોણાર્ક મંદિર બંધાવ્યું.
* સૂર્યમંદિર ભગવાનનો રથ હોય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેને સાત ઘોડાઓ હંકારી રહ્યાં છે અને બાર પૈડાં કોતરવામાં આવ્યાં છે.
* ભગવાન સૂર્યની વિશાળ પ્રતિમા અહીં આવેલી છે