ચાલો ફરવા
* કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સામાં આવેલું છે.
* ૧૩મી સદીમાં રાજા નરસિંહ મહાદેવ દ્વારા તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
* ભારતની સાત અજાયબીઓમાં તેની ગણના કરવામાં આવે છે.
* મંદિરની અદ્ભુત કારીગરી અને નિર્માણશૈલીને કારણે તેને દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી હતી.
* આ મંદિર સાથે એવી કિવદંતી જોડાયેલી છે કે ભગવાન વિષ્ણુના પુત્ર સામ્બાએ તેના પિતાએ આપેલા શાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન સૂર્યની ઉપાસના કરી અને બાર વર્ષની તપસ્યાને અંતે ભગવાન સૂર્યએ સામ્બાને શાપમાંથી મુક્તિ અપાવી. * સામ્બાએ ભગવાન સૂર્યના માનમાં આ કોણાર્ક મંદિર બંધાવ્યું.
* સૂર્યમંદિર ભગવાનનો રથ હોય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેને સાત ઘોડાઓ હંકારી રહ્યાં છે અને બાર પૈડાં કોતરવામાં આવ્યાં છે.
* ભગવાન સૂર્યની વિશાળ પ્રતિમા અહીં આવેલી છે
No comments:
Post a Comment